જામનગર જિલ્લાના જોડિયામાં આવેલી શ્રી સાંઈ વિદ્યા સંકુલની વિદ્યાર્થીની ક્રિના છત્રોલાએ રાજ્યકક્ષાની વુશુ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવી શાળા, જામનગર જિલ્લો અને લીંબુડા ગામનું ગૌરવ વધાર્યું છે.

આણંદમાં યોજાયેલી SGFI શાળાકીય રાજ્યકક્ષાની વુશુ સ્પર્ધા ૨૦૨૬માં ક્રિનાબેન શૈલેષભાઈ છત્રોલાએ આ સિદ્ધિ મેળવી. તેમની આ સફળતા પાછળ વુશુ કોચ મહાવિરસિંહ સોઢા અને માર્ગદર્શક વિનોદ કાનાણીનું યોગદાન રહ્યું છે.

શ્રી સાંઈ વિદ્યા સંકુલ જોડિયાના આચાર્ય જગદીશ વિરમગામા અને ટ્રસ્ટીઓ અજયભાઈ કાનાણી, હિતેશભાઈ ગોધાણી, મનસુખભાઈ ભીમાણીએ ક્રિનાબેન અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા.

