વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જામનગરમાં ‘દિલ સે જામનગર વોક’ યોજાઈ. તેનો હેતુ હૃદયના સ્વાસ્થ્ય જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરવાનો હતો.

આ કાર્યક્રમ બરોડા હાર્ટ એન્ડ શારદા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, રોટરી ક્લબ ઇમેજિકા, RMB અને BNI જામનગર દ્વારા યોજાયો. સવારે 8 વાગ્યે રણમલ લેક ખાતે ‘Walk for a Healthier, Happier Tomorrow’ સંદેશ સાથે વોક શરૂ થઈ.
વોક પછી બરોડા હાર્ટ એન્ડ શારદા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના વી.એમ. શાહ ઓડિટોરિયમમાં નિષ્ણાત ડોક્ટરનું માર્ગદર્શન અને મફત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ પણ યોજાયો.

કન્સલ્ટન્ટ કાર્ડિયો થોરેસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. સુમિત ગુપ્તાએ ‘Taking Care of Your Heart Today for a Healthier Tomorrow’ વિષય પર માર્ગદર્શન આપ્યું. તેમને 15 વર્ષથી વધુનો અનુભવ છે અને 4,000થી વધુ સફળ હૃદય સર્જરી કરી છે.

