કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે ચોટીલા ચામુંડા ધામ ખાતે મહાઆરતી અને વિશેષ પ્રાર્થના કરવામાં આવી. તેમણે 174થી વધુ મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયા હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના નિર્દેશ મુજબ, જિલ્લા વહીવટી તંત્ર અને ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા આ વિશેષ પૂજા અને મહાપ્રાર્થના યોજાઈ હતી. પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયાની હાજરીમાં કેપ્ટન સ્મિતની રક્ષા અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરાઈ.

ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયા, મંદિરના પૂજારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ ભાવપૂર્વક મહાઆરતી કરી. કેપ્ટન સ્મિત વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી દેશસેવામાં સક્રિય થાય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે તે માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી, જેમાં ભક્તો પણ જોડાયા.

