Gujarat

ત્રણ વર્ષથી ફરાર માનકુવા પ્રોહિબિશન કેસનો આરોપી ઝડપાયો

માનકુવા પ્રોહિબિશન કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી જગદીશ સુખરામ જાટને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌહટન તાલુકાના દલાસર ધાણી, બોસારનીયા ગામનો રહેવાસી જગદીશ માનકુવા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 472/2023માં પ્રોહિબિશન એક્ટ હેઠળ સંકળાયેલો હતો. આ કાર્યવાહી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કરાઈ છે.

બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના મુજબ ફરાર આરોપીઓ સામે કાર્યવાહી ઝડપી બનાવાઈ છે. પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એમ.એલ. વાઘેલાના નેતૃત્વમાં ટીમે રાજસ્થાનમાં તપાસ શરૂ કરી. આરોપી સરનામે મળ્યો ન હતો. જોકે, પોલીસે સોશિયલ મીડિયા વોચ અને ટેકનિકલ વિશ્લેષણથી તેની હાજરી શોધી કાઢી. અંતે તેને પકડી માનકુવા પોલીસને સોંપવામાં આવ્યો.