Gujarat

ભાવનગરના 304મા જન્મદિવસ અનેક વિધ કાર્યક્રમો યોજાયા

આજે 19 એપ્રિલે ભાવનગરના 304મા સ્થાપના દિન અન્વયે અલગ અલગ રાજકીય હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના અગ્રણીઓ તથા નેતાઓ સાથે સામાજિક ક્ષેત્રના તેમજ ઔદ્યોગિક એકમકારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ભાવનગરની સ્થાપના કરનાર મોતીબાગ સ્થિત મહારાજા ભાવસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એવી જ રીતે દરબારી કોઠાર ખાતે આવેલ રાજવંશજોના સમાધિ સ્થળે દિવંગત મહારાજાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નીલમબાગ સ્થિત પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

‘ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે’ આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ભાવનગરનો જન્મદિવસ જે દિવસે તોરણ બંધાયું હતું, એ વિશેષ રીતે ઉજવણી થાય છે. અમારા સૌ સાથીઓ, ભાવનગર જન્મોત્સવ સમિતિ મેં એમને વિનંતી કરી વિચાર મૂક્યો અને એમણે સ્વીકાર્યો અને લગભગ આઠ-નવ વર્ષથી ભાવનગરનો જન્મદિવસની ઉજવણી અખાત્રીજના દિવસે વિશિષ્ટ રીતે કરી રહ્યા છીએ. આજે અખાત્રીજ છે, ભાવનગરનું તોરણ બંધાણનો દિવસ છે. ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે કે આપણું પ્રજાવત્સલ રાજવીનું ભાવેણું એ વિશેષ ભાવસભર છે.

‘ચૂંટણી આચારસંહિતાના કારણે કાર્નિવલ મુલતવી’ વધુમાં જણાવ્યું હતું કે, ખુશી સાથે 304 જેટલી રક્તદાનની બોટલો ગઈકાલે અમે એકત્રિત કરી. જે કાર્નિવલની ઉજવણી બોરતળાવ ખાતે કરતા હોઈએ છીએ વિશેષ ચૂંટણી આચારસંહિતાના કારણે મુલતવી રાખી છે. એમાં સૌ નામાંકિત કલાકારો કીર્તિદાનભાઈ, સાઈરામભાઈ, રાજદાનભાઈ, કિંજલબેન દવે, દેવાયત ખાવડ આવા અનેક કલાકારો એ સુનિશ્ચિત થયા હતા.

ઇલેક્શનના કારણે એ મુલતવી રાખ્યું છે. આવનારા સમયમાં સૌ ભાવેણાવાસીઓ જે પ્રકારે આનંદ સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણી ત્રણ દિવસ બોરતળાવ કાર્નિવલ એટલે કે ભાવનગર કાર્નિવલ નામે ઉજવીએ છીએ એ ઉજવણી આપ સૌના સાથ સહકારથી, જનતાના સાથ સહકારથી હજારો લોકો એનો લાભ લે. એવો જ ઉત્સવ એ રંગારંગ રીતે લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, કલાકારો, આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર એની જાળવણીના ભાગરૂપે કરીશું.