Gujarat

પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના 39 પ્લોટ માટે માર્કીંગ, રૂા. 5 કરોડના વિમા માટે પ્રક્રિયા

જામનગર શહેર અને જિલ્લાના સૌથી મોટા સંસ્કૃતિક અને લોકપ્રિય શ્રાવણી લોકમેળાને હવે માંડ એક સપ્તાહ જ બાકી છે ત્યારે મનપા તંત્ર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.જેમાં 43 પ્લોટ પૈકી 39 પ્લોટની હરાજી પુર્ણ થયા બાદ હવે સંભવત બાકી ચાર પ્લોટ ખુલ્લા રહેશે.આાગામી 1થી 11 સપ્ટેમ્બર દરમિયાન આયોજીત લોકમેળા માટે સંબંધિત ધંધાર્થીઓ પણ કામે લાગ્યા છે.

‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં આયોજિત શ્રાવણી લોકમેળામાં સોમવાર સહિત સાતમ, આઠમ અને નોમના તહેવારો દરમિયાન હજારોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડશે. શનિવારે તંત્ર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કુલ 39 પ્લોટની માપણી અનેમાર્કિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

જે સાથે તંત્ર દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અને સંભવિત હોનારત સામે રક્ષણ મેળવવા માટે રૂ. 5 કરોડના થર્ડ પાર્ટી વીમા કવચ (Insurance Cover) માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મેળામાં રાઈડ્સ, સ્ટોલ્સ અને મુલાકાતીઓની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે.

મનપા દ્વારા 39 પ્લોટની હરરાજી પ્રક્રિયા પુર્ણ કરાઇ હતી.જે બાદ બાકી 16 પ્લોટ માટે ઓપન હરાજીમાં એક મશીન મનોરંજન(મોટી રાઇઝડ-ચકરડી) ઉપરાંત એક ફુડઝોન અને આઇસક્રિમના બે પ્લોટ લેવાલ મળ્યા ન હતા.