Gujarat

દવા-ડૉક્ટર બન્ને નકલી! દવાના 651 સેમ્પલ ફેલ, 237 ડૉક્ટર નકલી

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ અટેક, મેલેરિયા, કિડનીના ચેપ, બાળકોની સિરપ સહિતની દવાઓના સેમ્પલ ફેલ થયા છે.

રાજ્ય સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, 2021-22થી 2025-26 દરમિયાન કુલ 651 દવાના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે. 2021થી 2026 વચ્ચે કુલ 237થી વધુ નકલી ડૉક્ટર ગુજરાતમાંથી ઝડપાયા છે.

અહીં 2021થી 2023માં 168 નકલી ડોક્ટરના આંકડા વિધાનસભામાં આપેલી માહિતીના આધારે છે. 2024થી 2026માં પણ કુલ 69થી વધુ નકલી ડૉક્ટર ઝડપાયા છે. ગુજરાતના 34માંથી 25 જિલ્લામાં કોઇને કોઇ નકલી ડૉક્ટર અને બોગસ કે અપ્રમાણસર દવાઓ મળી આવી છે.