Gujarat

નવરંગપુરામાં ઓસ્ટિયોપેથી કેમ્પમાં 150થી વધુ લોકોએ તપાસ કરાવી

અમદાવાદના નવરંગપુરામાં શ્રી પંજાબી સેવા સમાજ હોલ ખાતે ઓસ્ટિયોપેથી કેમ્પ યોજાયો. નવકાર ઓસ્ટિયોપેથી અને ફિઝિયોથેરાપી સેન્ટર તથા પંજાબ બિરાદરી અમદાવાદે સાથે મળીને શારીરિક દુખાવાથી પરેશાન લોકોને ઓસ્ટિયોપેથી અને ફિઝિયોથેરાપી વિશે માહિતી આપવા આ કેમ્પ કર્યો.

કેમ્પમાં કમર, ગરદન, સાઇટિકા, ખભા, ઘૂંટણના દુખાવા અને માઇગ્રેન જેવી સમસ્યાઓ માટે નિષ્ણાતોએ તપાસ કરી માર્ગદર્શન આપ્યું. 150થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો. નિષ્ણાતોએ જણાવ્યું કે સાંધા, સ્નાયુઓ અને હાડકાંની તકલીફોમાં યોગ્ય તપાસ પછી ઓસ્ટિયોપેથી અને ફિઝિયોથેરાપીથી સારવાર શક્ય છે. ઓસ્ટિયોપેથીમાં શરીરની હલનચલન અને સાંધાઓની કાર્યક્ષમતા જોઈને મેન્યુઅલ થેરાપીનો ઉપયોગ થાય છે. દવા કે સર્જરી વગરના સારવારના વિકલ્પો વિશે પણ માહિતી અપાઈ.