Gujarat

જામનગરના મેહુલ સિનેમામાં ‘કેસરિયો સંકટ મોચન’નું પ્રદર્શન, ફિલ્મમાં એમ.પી. શાહ વૃદ્ધાશ્રમનો ઉલ્લેખ

જામનગરમાં હિન્દુ સેનાએ 50થી વધુ વડીલોને ‘કેસરિયો સંકટ મોચન’ ફિલ્મ બતાવી. વડીલોને મેહુલ સિનેમામાં ફિલ્મ બતાવવામાં આવી હતી. ફિલ્મમાં એમ.પી. શાહ વૃદ્ધાશ્રમનો પણ ઉલ્લેખ છે.ફિલ્મમાં એક પુત્ર માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. પછી માતા-પિતાના માર્ગદર્શન અને આશીર્વાદથી તે તેમને પાછા ઘરે લાવે છે. આ દરમિયાન હનુમાનજી તેને મદદ કરે છે. ફિલ્મમાં હનુમાનજી અને ભક્ત વચ્ચેનો પ્રેમભાવ પણ દર્શાવ્યો છે.

હિન્દુ સેનાએ વડીલોને ફિલ્મ બતાવી તેમના કામ માટે આશીર્વાદ મેળવ્યા. ફિલ્મ દ્વારા માતા-પિતાના માર્ગદર્શન અને પુત્ર પ્રત્યેની તેમની જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો.આ કાર્યક્રમમાં હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ અને ગુજરાત યુવા પ્રમુખ મયુર પટેલ હાજર રહ્યા હતા. હિન્દુ સેનાની નારી શક્તિ વાહિનીનાં પ્રભારી કાજલબેન પંડ્યા, નિશાબેન સોમૈયા અને જયશ્રીબેન સોનેજાએ વ્યવસ્થા સંભાળી હતી.