Gujarat

લાલપુરમાં વિજયાદશમીએ રાજપૂત સમાજે કર્યું શસ્ત્રપૂજન

લાલપુરમાં વિજયાદશમીના પાવન પર્વ પર લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સૌપ્રથમ, હલારના વીર યોદ્ધા પૂજ્ય ભાણજીબાપુ દલની પ્રતિમા પાસે સૌ એકઠા થયા હતા. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર દેવાયત બોદર અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

‘જય ભવાની’, ‘જય માતાજી’ અને ‘ભાણજીબાપુ અમર રહો’ના નારા સાથે સરઘસ રાજપૂત સમાજ ભવન પહોંચ્યું હતું. અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરાયું હતું.