Gujarat

લાલપુર શહેરમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટના

લાલપુર શહેરમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનાના આરોપી અક્ષય મોયડાને પોલીસે ઝડપી પાડ્યા બાદ, આજે ઘટનાસ્થળે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું. આ કાર્યવાહી જોવા લોકોના ટોળા એકઠા થયા હતા.

લાલપુરના હોસ્પિટલ રોડ પર મનસુખભાઈ વાછાણીના ઘરમાં ઘૂસી અક્ષય મોયડાએ લૂંટ ચલાવી તેમની હત્યા કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડ્યો હતો.

પુરાવા એકઠા કરવા પોલીસે આરોપીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લાવ્યા. આરોપીએ ઘરમાં પ્રવેશ, લૂંટ, હુમલો અને ભાગી જવા સુધીની તમામ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું. આ પ્રક્રિયાની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરાઈ છે. કોઈ સમસ્યા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ આરોપીને કડક સજા અપાવવા કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.