પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે વરસાદ ન વરસતા કોઇ નવો કેસ નોંધાયો ન હતો. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઇને ચાંદીપુરા વાઇરસ સક્રીય થયો છે. જેમાં શુક્રવારે ગોધરા તાલુકાના ગોવિંદી ગામ ખાતે ચાંદીપુરા વાયરસનો 1 નવો શંકાસ્પદ કેસ અને 1 શંકાસ્પદ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. ત્યારે તંત્ર માટે રાહતની વાત એ છે કે શનિવારે કોઈ નવો પોઝિટિવ કેસ કે પોઝિટિવ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલમાં સમગ્ર જિલ્લામાં 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 16 દર્દીઓ સારવાર બાદ સંપૂર્ણ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ દર્દીઓના કુલ 2 મૃત્યુ નોંધાયા છે.
નવા કેસો સામે આવતાં જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સરવે તેમજ પ્રિવેન્ટિવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ 24 કેસોમાંથી 3 પોઝીટીવ, 20 નેગેટીવ આવ્યા છે, જ્યારે 1 કેસનું પરિણામ પેન્ડીંગ છે.
ઉલ્લેખનિય છે કે, પંચમહાલ જિલલામાં ચોમાસાની શરુઆત થતાં જ ચાંદીપુરાના કેસોની સંખ્યામાં ઉાછળો આવતાો હોય છે. જોકે સ્થાનિક કક્ષાએ પ્રાથિમક સારવાર પુરતી ન મળતાં લોકો અટવાતા હોય છે.

