જામનગરમાં દારૂબંધીના બે અલગ-અલગ ગુનામાં ફરાર યશ રાવલને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો. તેને આગળની કાર્યવાહી માટે સીટી ‘બી’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. યશ રાવલ સીટી ‘બી’ ડિવિઝન અને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે, તે પટેલ કોલોની-9ના છેડે આવેલા શાંતિનગરમાં પોતાના ઘરે છે. ટીમે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડીને તેને પકડી લીધો હતો.
રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ ફરાર આરોપીઓને પકડવા સૂચના આપી હતી. એલ.સી.બી.ના PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ PSI સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. બાતમી દિલીપસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, ગોવિંદભાઈ ભરવાડ, ગજેન્દ્રસિંહ જાડેજા અને હાર્દિકભાઈ ભટ્ટને મળી હતી. યશ કલ્પેશ રાવલ જામનગરના પટેલ કોલોની-9ના છેડે, શાંતિનગરમાં રહે છે.

