ભાવનગર શહેરમાં દર વર્ષે આષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના દિવસે દેશની ત્રીજા ક્રમની રથયાત્રા છેલ્લા 40 વર્ષથી યોજાય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની નીકળનારી 41મી રથયાત્રાને લઈ રથયાત્રાના કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય માર્ગ પર ‘જય જગન્નાથ’ના સ્લોગન સાથેની કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કેસરિયા ધ્વજા બનાવવાની કામગીરી શરૂ ભાવનગરના આંગણે છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન ભાવનગર રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા પ્રતિ વર્ષની પરંપરા મુજબ 16 જુલાઈ 2026ના રોજ યોજનાર છે.
હાલમાં રથયાત્રાને લઈને ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ-ભાવનગર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના મુખ્ય માર્ગ પર ‘જય જગન્નાથ’ના સ્લોગન સાથેની કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વૈશાખ સુદ ત્રીજના રોજ શાસ્ત્રોત વિધિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીના રથનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

