રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરાના ગૌતમનગરમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરાયું. આ ફાઉન્ડેશનનો 246મો ‘ખીચડી વિતરણ પ્રોજેક્ટ’ હતો.

આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, કાંકરિયા G વોર્ડ ઓફિસ, ગૌતમનગર ખાતે યોજાયો હતો. જેમાં બાળકો અને બહેનો સહિત 800થી વધુ લોકોએ આ ભોજનનો લાભ લીધો.
રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, શરદ જાદવ, બાબુલકાકા, જીત સોરઠિયા, વિજય દલાલ અને માર્કન્ડભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું.

આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વ્યવસ્થા સંભાળવામાં મદદ કરી હતી.

