Gujarat

સિહોર લાયન્સ ક્લબે 106 લાભાર્થીઓને ટ્રાવેલ કીટ આપી

લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા “ભગવાનનું ઘર” સંસ્થાના 106 લાભાર્થીઓને ટ્રાવેલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમ સંજીવની હોસ્પિટલ ખાતે યોજાયો હતો ઝોન ચેરમેન લાયન ડો. ડી.પી. પ્રજાપતિના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં, તેમણે ટ્રાવેલ કીટ “ભગવાનનું ઘર” સંસ્થાના સંચાલક આશિષભાઈ ભટ્ટને સુપ્રત કરી હતી. આ કીટ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ સિહોરના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ કળથીયા, એમ.જે.એફ. ડો. શ્રીકાંતભાઈ દેસાઈ, સિનિયર મેમ્બર અશોકભાઈ ઉલવા, સેક્રેટરી યોગેશભાઈ મલુકા, ટ્રેઝરર ડો. કલ્પેશભાઈ ગૌસ્વામી, પૂર્વ સેક્રેટરી ઉદયભાઈ વીસાની અને પ્રમુખ ડો. પ્રશાંતભાઈ આસ્તિક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.