જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વડાપ્રધાનના રૂટ પર સર્જાયેલા દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરી હતી. રૂટને દબાણ મુક્ત કરવા માટે છેલ્લા ત્રણ દિવસમાં રેંકડીઓ-કેબીનો અનુ અુક જુની રીક્ષા સહિત 25 જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂટ પરના રોડ પર લગાવવામાં આવેલા મોટા-મોટા 40 જેટલા હોર્ડીગ્સ તેમજ 150થી વધુ કી-ઓસ્ક બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે અને તમામ કચેરીમાં જમા કરાવી દીધા છે. પીએમના રૂટ પરનો રસ્તો સાફ કરી નાંખવામાં આવ્યો છે. તેમજ એસ્ટેટ ઉપરાંત સફાઈ, આરોગ્ય શાખા સહિતના જુદા જુદા વિભાગની 60થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આખા રોડની સફાઈ કરી તેના પર દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. સતત ત્રણ દિવસ સુધી કામગીરી કરીને રૂટ પરનો આખો રસ્તો દબાણ મુક્ત કરવામાં આવ્યો છે.

