Gujarat

રાજકોટ‌ ફાયરીંગના ગુન્હામાં રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ શોધી કાઢતી SOG શાખા.

રાજકોટ‌ ફાયરીંગના ગુન્હામાં રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ શોધી કાઢતી SOG શાખા.

રાજકોટ-ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ જામનગર રોડ ઉપર નાગેશ્વર મંદીર જવાના રસ્તે જેમકો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન ખાતે ફાયરીંગનો બનાવ બનેલ હોય જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ વી.વી.ધ્રાંગુ ની રાહબરી હેઠળ ગાંધીગ્રામ પો.સ્ટે. ભારતીય ન્યાય સંહિતા 2026 ની કલમ-૧૦૯(૧),૧૨૫,૫૪ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)એ, ૨૭,૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના આરોપી કુલદિપસિંહ દશરથસિંહ જાડેજાના જામનગર રોડ વૈષ્ણવ એપાર્ટમેન્ટ ત્રીજા માળે બ્લોક નં.૩૦૧ ધંટેશ્વર પાર્ક હોટલની બાજુમાં રાજકોટ ખાતે રહેણાંક ફ્લેટમાંથી ઝડતી દરમ્યાન ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ મળી આવતા આર્મસ એક્ટ કલમ-૨૫(૧-બી)એ,૨૯ વિગરે મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260514-WA0004.jpg