Gujarat

ખેતરના રસ્તા પર પથ્થરો નાખી પાણીનો નિકાલ અટકાવતા મરવા મજબૂર થયેલા ખેડૂતનું મોત, ત્રણ શખસો સામે ગુનો નોંધાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેતરના રસ્તા અને ચોમાસાના પાણીના નિકાલના સામાન્ય વિવાદે એવો ગંભીર વળાંક લીધો કે એક લાચાર ખેડૂતે અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે. ગામના જ ત્રણ શખ્સો દ્વારા ખેતરમાં જવાના મુખ્ય રસ્તા પર પથ્થરો નાખી રસ્તો બ્લોક કરી દેવાતાં નાની ઘંસારીના ખેડૂત વેજાભાઈ અરજણભાઈ બારિયાએ ખેતરે જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે કેશોદ પોલીસે ત્રણ શખ્સો સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

નાવની વિગત એવી છે કે, ગત તારીખ 7 જૂનના રોજ સવારે વેજાભાઈ નાની ઘંસારી ગામમાં આવેલી પોતાની સંયુક્ત માલિકીની જમીન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ગામના જ કિશોર પર્બતભાઈ અડીયા, નારણ ભીખાભાઈ અડીયા અને વિરમ ગોવિંદભાઈ અડીયા નામના ત્રણ શખ્સો ખેતરમાં જવાના મુખ્ય રસ્તા પર મોટા મોટા પથ્થરો નાખી આડશ ઊભી કરી રહ્યા હતા. વેજાભાઈએ તાત્કાલિક આ અંગે પોતાના ભાઈ કરશનભાઈ બારિયાને ફોન પર ભયભીત અવાજે જાણ કરી હતી. આરોપીઓનો હેતુ એવો હતો કે ફરિયાદી પક્ષના ખેતરમાંથી ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકે.

પાક નષ્ટ થવાની ચિંતામાં ખેડૂતે આજીજી કરી ખેડૂત વેજાભાઈએ ખૂબ જ નમ્રતાપૂર્વક આ ત્રણેય આરોપીઓને પથ્થરો હટાવવા વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યા હતા કે જો આ પ્રકારે રસ્તો બંધ થશે, તો ચોમાસામાં તેમના ખેતરમાં પાણી ભરાઈ રહેશે અને મોંઘોદાટ પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જવાથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. જોકે, વાજબી રજૂઆત સાંભળવાના બદલે ત્રણેય આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યા હતા. આરોપીઓએ નફ્ફટાઈથી ધમકાવતા કહ્યું કે, “ગમે તે થાય અમે પથ્થરો નહીં હટાવીએ અને આ જ રીતે આડશ રાખીશું.”