Gujarat

ફાયર વિભાગે 30 મિનિટમાં આગ કાબૂમાં લીધી; નજીકમાં શાળા અને રહેણાંક સોસાયટીઓ હોવાથી ફાયર સેફ્ટી પર સવાલ

જોળવા પંચાયતથી હનુમાન મંદિર તરફ જતા માર્ગ પર આવેલી શંકર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે આશરે 30 મિનિટની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. દુકાનની નજીક શાળા અને રહેણાંક સોસાયટીઓ આવેલી હોવાથી આગ ફેલાવાની ચિંતા હતી.

દુકાનમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં તે અંગે સવાલો ઊઠ્યા છે. નજીકના વેપારી એકમોમાં આગ બુઝાવવાનાં સાધનો અને સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની માંગ થઈ રહી છે.