વડોદરા શહેરની ખાનગી લેબોરેટરીમાં કાર્યરત મેનેજરે યુવતીની છેડતી કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. યુવતીએ અભયમ 181 હેલ્પલાઇન પર સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતાં અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મેનેજરે પાછળથી આવી છેડતી કરી છેલ્લા એક વર્ષથી ખાનગી લેબોરેટરીમાં કોમ્પ્યુટર પર બિલ બનાવવાનું કામ કરતી હતી. યુવતીના આક્ષેપ અનુસાર, લેબોરેટરીના વેક્સિન રૂમમાં એકાંતનો લાભ લઈ મેનેજર તેની પાછળ આવ્યો હતો અને પાછળથી કમરમાં બાથ ભરી અયોગ્ય સ્પર્શ કર્યો હતો. આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ મેનેજરને ધક્કો મારી રૂમની બહાર નીકળી જવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીને રડવાનું બંધ કરવા દબાણ કર્યું, માતાને આપવીતી વર્ણવી યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ મેનેજર તેની પાછળ આવ્યો હતો અને કોઈને આ બાબતની જાણ ન કરવા તેમજ રડવાનું બંધ કરવા દબાણ કર્યું હતું. ઘરે પહોંચ્યા બાદ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી. ત્યારબાદ માતાએ અભયમ 181 અને 112 ઇમરજન્સી સેવાની મદદ લીધી હતી.
મેનેજરે આક્ષેપોને નકારી કાઢ્યાં, પોલીસ તપાસ શરૂ અભયમની ટીમે બંને પક્ષોની વાત સાંભળી હતી. જોકે, મેનેજરે પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કોઈ ભૂલ કરી ન હોવાનું જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અભયમ ટીમે મામલો આગળની કાયદેસરની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં રીફર કર્યો છે. હવે સમગ્ર કેસની વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

