ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં માત્ર એક મહિના અગાઉ જ બદલી થઈને આવેલા આયોજન વિભાગના ક્લાસ-વન (ઝ્રઙ્મટ્ઠજજ-૧) સરકારી અધિકારીએ આર્થિક સંકટ અને દેવાના બોજથી પરેશાન થઈને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આપ્યો હતો.
આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. દરમિયાન તેમણે પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં ભરૂચ સી-ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ આયોજન વિભાગના ક્લાસ-વન અધિકારી પિયુષભાઈ ઉકાણી તરીકે થઈ હતી. એક યુવા સરકારી અધિકારીના અચાનક મોતના સમાચાર સામે આવતાં તેમના પરિચિતો અને સરકારી વર્તુળોમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક નોંધ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ નોંધમાં લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકટ અને દેવાના કારણે તેઓ તણાવમાં હોવાની પ્રાથમિક વિગતો તપાસ દરમિયાન બહાર આવી છે. જાેકે જીવન ટૂંકાવવાના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમની કાર્યવાહી સાથે મૃતકના પરિવારજનો અને નજીકના પરિચિતોના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે મૃતક દ્વારા કોઈ બેંક, નાણાકીય સંસ્થા અથવા અન્ય માધ્યમથી લોન લેવામાં આવી હતી કે કેમ, ક્રેડિટ કાર્ડનું કેટલું દેવું હતું તેમજ કોઈ પ્રકારનું આર્થિક દબાણ કે અન્ય કારણ જવાબદાર હતું કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલી નોંધની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ વધતા આર્થિક દબાણ અને દેવાના બોજને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ સી-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ અને અન્ય પુરાવાના આધારે જ અધિકારીએ જીવન ટૂંકાવવાનું અંતિમ કારણ સ્પષ્ટ થઈ શકશે.
મૃતક દ્વારા કોઈ બેંક, નાણાકીય સંસ્થા અથવા અન્ય માધ્યમથી લોન લેવામાં આવી હતી કે કેમ, ક્રેડિટ કાર્ડનું કેટલું દેવું હતું તેમજ કોઈ પ્રકારનું આર્થિક દબાણ કે અન્ય કારણ જવાબદાર હતું કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલી નોંધની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ વધતા આર્થિક દબાણ અને દેવાના બોજને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ સી-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ અને અન્ય પુરાવાના આધારે જ અધિકારીએ જીવન ટૂંકાવવાનું અંતિમ કારણ સ્પષ્ટ થઈ શકશે.

