Gujarat

કાલાવડમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવનું આયોજન

કાલાવડમાં સમસ્ત કાલાવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ 20 ઑક્ટોબર, 2026, મંગળવારે કાલાવડના રણુજા રોડ પર આવેલા શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે યોજાશે.

મહોત્સવ સવારે 9 વાગ્યે શસ્ત્રપૂજનથી શરૂ થશે. સવારે 9:30 કલાકે મહેમાનોનું સ્વાગત કરાશે. 10:30 કલાકે બાઈક રેલી નીકળશે. બપોરે 12:30 કલાકે ભોજન પ્રસાદ અને રાત્રે 9 વાગ્યાથી રાસ ઉત્સવ યોજાશે.

મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS), પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુવા જાડેજા (હકુભા), ડૉ. યોગરાજસિંહ જી. જાડેજા અને આદિત્યરાજસિંહ ડી. જાડેજા હાજર રહેશે.

આયોજન સમિતિએ સમાજના વડીલો, ભાઈઓ અને યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. સૌને સાફો, પાઘડી અને તલવાર સાથે આવી સમાજની એકતા મજબૂત કરવા વિનંતી કરાઈ છે.