વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની સૌહાર્દપૂર્ણ મિત્રતા ફરી એકવાર જાેવા મળી હતી, જ્યારે બંને નેતાઓ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ‘ઇનોપ્રોમ‘ પ્રદર્શનમાં જવા માટે એક જ કારમાં સવાર થયા હતા.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X‘ (અગાઉનું ટ્વિટર) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા વીડિયો વાયરલ થયા છે જેમાં વડાપ્રધાન મોદી અને રશિયન નેતા પ્રદર્શન સ્થળે જવા માટે કારમાં મુસાફરી કરતા જાેવા મળે છે.
પુતિન સાથે વડાપ્રધાનના ગાઢ સંબંધો અગાઉ પણ ઘણી વખત જાેવા મળ્યા છે અને બંને નેતાઓ અનેક પ્રસંગોએ સાથે કારમાં મુસાફરી કરી ચૂક્યા છે.
તેમણે ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં) સમિટ દરમિયાન પુતિનની ‘ઓરસ લિમોઝિન‘ (છેિેજ ન્ૈર્દ્બેજૈહી) કારમાં સાથે મુસાફરી કરી હતી. તે પહેલાં, કિર્ગિસ્તાનના બિશ્કેકમાં જીર્ઝ્રં સમિટ દરમિયાન યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ, તેઓ ‘ફૈં વર્લ્ડ નોમાડ ગેમ્સ‘ના ઉદ્ઘાટન સમારોહમાં જવા માટે કારમાં સાથે ગયા હતા.
મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક
દિવસની શરૂઆતમાં, વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે ભારત મંડપમ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી, જેમાં નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને વેપાર સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠક મહત્વપૂર્ણ હતી કારણ કે રશિયાએ પુનરોચ્ચાર કર્યો છે કે તે બાકીની જી-૪૦૦ એર-ડિફેન્સ સિસ્ટમ્સ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, અને સાથે જ ભારતને પાંચમી પેઢીના જીે-૫૭ ફાઈટર એરક્રાફ્ટ પૂરા પાડવા માટે પણ તૈયાર છે.
વાટાઘાટો દરમિયાન વેપાર અંગેની ચર્ચાઓ પણ મુખ્ય કેન્દ્રમાં રહી હતી, જેમાં બંને પક્ષોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલરના મહત્વાકાંક્ષી વેપાર લક્ષ્યાંકને હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
પુતિન અને વડાપ્રધાન મોદી ગયા અઠવાડિયે બિશ્કેકમાં યોજાયેલી જીર્ઝ્રં સમિટ દરમિયાન પણ મળ્યા હતા, જ્યાં ભારતીય નેતાએ યુક્રેનમાં યુદ્ધવિરામની હાકલ કરી હતી અને પુતિનને “અંતહીન યુદ્ધમાંથી યુદ્ધના અંત તરફ” આગળ વધવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ અનેક પ્રસંગોએ યુક્રેન સાથેના સંઘર્ષને સમાપ્ત કરવાની હાકલ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તમામ મતભેદો વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જાેઈએ.
“ભલે તે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષના વહેલા અંત અને શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ; વધુમાં, તમામ સ્વરૂપોમાં આતંકવાદનો ખાતમો કરવો એ અમારી સહિયારી પ્રતિબદ્ધતા છે,” તેમ વડાપ્રધાન મોદીએ ગયા અઠવાડિયે જીર્ઝ્રં સમિટ દરમિયાન પત્રકારોને માહિતી આપતી વખતે કહ્યું હતું.

