International

શું અમેરિકન સરકારના નવા વીઝા નિયમન થી ભારતીયો પર અસર થશે?

અમેરિકાએ તે ‘સ્વેચ્છિક‘ (discrªionary) ૬૦-દિવસના ગ્રેસ પિરિયડ (વધારાના સમયગાળા)ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હાલમાં અમુક વિદેશી કામદારોને તેમની નોકરી પૂરી થયા પછી નવી નોકરી શોધવા માટે સમય આપે છે. આ પ્રસ્તાવની કુશળ વિદેશી વ્યાવસાયિકો પર મોટી અસર પડી શકે છે, જેમાં ૐ-૧મ્ વિઝા પર અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય કામદારોનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત નિયમ હેઠળ, જે વિદેશી નાગરિકોની નોકરી પૂરી થઈ જાય છે તેઓ તે વધારાનો સમય ગુમાવી શકે છે જે હાલમાં તેમને અન્ય નોકરીદાતા શોધવા અથવા દેશ છોડવાની વ્યવસ્થા કરવા માટે મળે છે. જાે આ પ્રસ્તાવ આખરે અમલમાં આવે, તો જે કામદારોના વિઝા માન્ય હોય પરંતુ તેમની લાયક નોકરી પૂરી થઈ ગઈ હોય, તેમણે તાત્કાલિક અમેરિકા છોડવું પડી શકે છે – સિવાય કે તેમની પાસે ત્યાં રહેવા માટે અન્ય કોઈ સ્વતંત્ર કાનૂની આધાર હોય.

અમેરિકાએ શું પ્રસ્તાવ મૂક્યો છે?

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એ “૬૦-દિવસના સ્વેચ્છિક ગ્રેસ પિરિયડને નાબૂદ કરવા”  અંગેનો નિયમ પ્રસ્તાવિત કર્યો છે. આ પ્રસ્તાવ શુક્રવારે ‘ફેડરલ રજિસ્ટર‘માં પ્રકાશિત થવાનો છે, ત્યારબાદ સામાન્ય જનતાને તેમના મંતવ્યો રજૂ કરવા માટે ૬૦ દિવસનો સમય મળશે.

પ્રસ્તાવિત ફેરફાર તે સ્વેચ્છિક મહત્તમ ૬૦-દિવસના ગ્રેસ પિરિયડને દૂર કરશે જે હાલમાં અમુક બિન-સ્થળાંતરિત કામદારો અને તેમના આશ્રિતોને તેમની નોકરી પૂરી થયા પછી મળે છે. તેમાં આવરી લેવામાં આવેલી શ્રેણીઓમાં ઈ-૧, ઈ-૨, ઈ-૩, ૐ-૧મ્, ૐ-૧મ્૧, ન્-૧, ર્ં-૧ અને ્દ્ગ વિઝા ધારકોનો સમાવેશ થાય છે.

ડ્ઢૐજી એ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત ફેરફારનો ઉદ્દેશ્ય વિદેશી નાગરિકના ઇમિગ્રેશન સ્ટેટસ (સ્થળાંતર દરજ્જા) અને તે નોકરી કે પ્રવૃત્તિ કે જેના માટે વ્યક્તિને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, તે બંને વચ્ચે ગાઢ સંબંધ પુન:સ્થાપિત કરવાનો છે. ડ્ઢૐજી એ કહ્યું, “આ પ્રસ્તાવ વિદેશી વ્યક્તિના બિન-સ્થળાંતરિત દરજ્જા અને તે ચોક્કસ નોકરી કે પ્રવૃત્તિ વચ્ચે સીધો સંબંધ પુન:સ્થાપિત કરે છે જે તેમના અમેરિકામાં પ્રવેશ અથવા દરજ્જાની મંજૂરીનો આધાર હતી, અને વહીવટી બોજ ઘટાડે છે.”

ૐ-૧મ્ કામદારો શા માટે ખાસ કરીને પ્રભાવિત થશે?

ૐ-૧મ્ પ્રોગ્રામ અમેરિકન નોકરીદાતાઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી નિપુણતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયો માટે વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ભારત અને ચીન જેવા દેશોમાંથી કુશળ કામદારોની ભરતી કરવા માટે ટેક્નોલોજી કંપનીઓ દ્વારા આ પ્રોગ્રામનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.

ૐ-૧મ્ કામદાર માટે, જેણે અચાનક નોકરી ગુમાવી હોય, હાલનો ગ્રેસ પિરિયડ અન્ય લાયક નોકરી મેળવવા, જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરવા અથવા દેશ છોડવાની વ્યવસ્થા કરવા માટે મહત્વપૂર્ણ સમય પૂરો પાડી શકે છે.

પ્રસ્તાવિત નિયમ તે પરિસ્થિતિને નોંધપાત્ર રીતે બદલી શકે છે. જાે ‘ગ્રેસ પિરિયડ‘ (વધારાનો સમયગાળો) નાબૂદ કરવામાં આવે, તો નોકરી ગુમાવવાનો અર્થ એ થઈ શકે છે કે કામદારે તે વધારાના સમય વિના જ અમેરિકા છોડવું પડે, જે હાલમાં તેમને દેશની અંદર રહીને અન્ય નોકરીદાતાને શોધવાની મંજૂરી આપે છે.

જાે ૐ-૧મ્ કામદાર પોતાની નોકરી ગુમાવે તો શું થાય છે?

હાલમાં, ૬૦ દિવસની જાેગવાઈ અસરગ્રસ્ત કામદારને અન્ય કંપનીમાં રોજગાર શોધવા, પાત્રતા મુજબ તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ બદલવા અથવા અમેરિકા છોડવાની તૈયારી કરવા માટે સમય આપી શકે છે. આ ગ્રેસ પિરિયડ ત્યારે લાગુ પડે છે જ્યારે રોજગાર સ્વેચ્છાએ સમાપ્ત થાય અથવા જ્યારે કામદારને અનૈચ્છિક રીતે (જબરદસ્તીથી) નોકરીમાંથી છૂટા કરવામાં આવે.

જાે સૂચિત નિયમ અમલમાં આવે, તો નોકરી ગુમાવનાર કામદારે સામાન્ય રીતે અમેરિકા છોડવું પડે, સિવાય કે તેમની પાસે ત્યાં રહેવાની મંજૂરી આપતી અન્ય કોઈ માન્ય અધિકૃતતા હોય. જાે તેઓ ત્યારબાદ અન્ય અમેરિકન નોકરીદાતા સાથે નોકરી મેળવે, તો તેમણે દેશની બહારથી સંબંધિત વિઝા પ્રક્રિયા હાથ ધરવી પડી શકે છે, જેમાં જરૂરિયાત મુજબ યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટ દ્વારા અરજી કરવાનો સમાવેશ થાય છે.

આ નિયમ ૨૦૧૬નો છે

ગ્રેસ પિરિયડની જાેગવાઈ ૨૦૧૬માં ઓબામા વહીવટીતંત્ર દરમિયાન દાખલ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી કામદારો માટે નોકરીની વધુ સારી ગતિશીલતા (ॅર્િંટ્ઠહ્વૈઙ્મૈંઅ), સ્થિરતા અને સુગમતા પૂરી પાડવાનો હતો. આ જાેગવાઈનો હેતુ અમેરિકન નોકરીદાતાઓ માટે વિદેશી વ્યાવસાયિકોની ભરતી અને તેમના સંક્રમણ (ંટ્ઠિહજૈંર્ૈહ) ને સરળ બનાવવાનો પણ હતો; આ માટે અસરગ્રસ્ત કામદારોને નોકરીઓ વચ્ચે મર્યાદિત સમય આપવામાં આવતો હતો જેથી તેમણે તરત જ દેશ છોડવો ન પડે. ટ્રમ્પ વહીવટીતંત્રનો તાજેતરનો પ્રસ્તાવ આ નિયમ હેઠળ આવતી શ્રેણીઓ માટે તે નીતિને ઉલટાવી નાખશે.

શું કામદારોએ દેશનિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે?

ઇમિગ્રેશન લો ફર્મ ‘ફ્રેગોમેન‘ (હ્લર્ટ્ઠિખ્તદ્બીહ) એ ગ્રેસ પિરિયડ દૂર કરવાના અન્ય સંભવિત પરિણામ તરફ ધ્યાન દોર્યું છે. ફર્મ અનુસાર, આ ફેરફારથી અસરગ્રસ્ત કેટલાક વિદેશી નાગરિકોને ‘નોટિસ ટુ અપીયર‘ (ર્દ્ગંૈષ્ઠીજ ર્ં છॅॅીટ્ઠિ) મળી શકે છે, જેને સામાન્ય રીતે દ્ગ્છજ તરીકે ઓળખવામાં આવે છે. દ્ગ્છ એ કોઈ વ્યક્તિ વિરુદ્ધ ઔપચારિક દેશનિકાલની કાર્યવાહી શરૂ કરવા માટે સરકારનું પ્રાથમિક દસ્તાવેજ છે.

આ શક્યતા અમુક ચોક્કસ ‘નોન-ઇમિગ્રન્ટ‘ શ્રેણીઓ માટે વધુ ગંભીર હોઈ શકે છે, જેમાં વિદેશી કામદારની રોજગારી સમાપ્ત થાય ત્યારે નોકરીદાતાઓએ સરકારને તાત્કાલિક જાણ કરવી જરૂરી હોય છે. ફ્રેગોમેને આ સંદર્ભમાં ખાસ કરીને ૐ-૧મ્, ર્ં-૧ અને ઁ શ્રેણીઓનો ઉલ્લેખ કર્યો છે. આનો અર્થ એ છે કે સૂચિત ફેરફારના પરિણામો માત્ર બીજી નોકરી શોધવા માટે ઉપલબ્ધ સમય ઘટાડવા પૂરતા સીમિત નહીં રહે.

કેટલા કામદારો પ્રભાવિત થઈ શકે છે?

ડ્ઢૐજી (ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી) ના અંદાજ મુજબ, ૨૦૨૫માં રોજગાર ગુમાવનારા અથવા સ્વેચ્છાએ નોકરીદાતા બદલનારા પ્રાથમિક લાભાર્થીઓની સંખ્યા ૬૫,૭૫૨ હતી. આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૩માં વધીને ૮૦,૦૩૪ (મહત્તમ) સુધી પહોંચ્યો હતો અને નાણાકીય વર્ષ ૨૦૨૧માં ઘટીને ૪૦,૯૫૯ (ન્યૂનતમ) થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૫ની વચ્ચે, રોજગાર ગુમાવનારા અથવા નોકરીદાતા બદલનારા કુલ ૩,૨૮,૭૫૮ પ્રાથમિક લાભાર્થીઓમાંથી ૫.૭૭ ટકા માટે નવા નોકરીદાતા દ્વારા નોન-ઈમિગ્રન્ટ કામદારો માટે નવી અરજી દાખલ કરવામાં આવી હતી.

ૐ-૧મ્ વિઝાની મર્યાદા શું છે?

અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ હાલમાં નિયમિત મર્યાદા (કેપ) હેઠળ દર વર્ષે ૬૫,૦૦૦ ૐ-૧મ્ વિઝાની જાેગવાઈ કરે છે. વધારાના ૨૦,૦૦૦ વિઝા એવા વિદેશી નાગરિકો માટે અનામત રાખવામાં આવ્યા છે જેમણે અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી ઉચ્ચ ડિગ્રી (એડવાન્સ્ડ ડિગ્રી) મેળવી હોય. આ કાર્યક્રમ ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, જે વિશિષ્ટ ભૂમિકાઓ માટે વિદેશી વ્યાવસાયિકો પર મોટા પાયે ર્નિભર છે. તેથી, ભારતીય વ્યાવસાયિકો માટે, ૐ-૧મ્ રોજગારને સંચાલિત કરતા નિયમોમાં કોઈપણ ફેરફારની સીધી અસર તેમની નોકરીની સુરક્ષા અને અનપેક્ષિત રીતે નોકરી છૂટી ગયા પછી અમેરિકામાં રહેવાની ક્ષમતા પર પડી શકે છે.