જમ્મુના ઉધમપુરમાં સોમવારે સવારે એક બસ કગોટ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની. રામનગરથી આવી રહેલી બસ જાલો નજીક રસ્તા પરથી 100 ફૂટ નીચે ખાબકીને પલટી ગઈ. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ઉધમપુર મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી જતાં જ તેમાં બેઠેલા મુસાફરો ઉછળીને બહાર પડ્યા હતા, જેમાંથી કેટલાકના મૃતદેહ રસ્તા પર વિખરાયેલા પડ્યા હતા.

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત થયેલ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટની હતી. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. જાનમાલનું મોટું નુકસાન થવાની સંભાવના છે. ઘાયલોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે.
ડીઆઈજી શિવ કુમાર શર્મા (રિયાસી-ઉધમપુર રેન્જ)એ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

