ખાદ્ય સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવાની દિશામાં આજે એક ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના વ્યાપક સુધારા એજન્ડા હેઠળ આજે દેશમાં ‘સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ’નો ભારત મંડપમ ખાતેથી ઔપચારિક શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહત્વકાંક્ષી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદ્ય પુરવઠા શૃંખલા માં ડિજિટલ પરિવર્તન અને આધુનિકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરના વર્ષોમાં વિભાગે ખરીદી, સંગ્રહ અને વિતરણ પ્રણાલીઓમાં પારદર્શિતા તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવા માટે અનેક પહેલો કરી છે.
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય કામગીરીને વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બનાવવા માટે સતત અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે. આ જ ક્રમમાં શરૂ કરવામાં આવેલી ‘સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ’ દ્વારા સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન ના ગોડાઉનોમાં છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ૈર્ં્ (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) અને ઝ્રઝ્ર્ફ જેવી સ્માર્ટ ટેકનોલોજીથી રિયલ-ટાઇમ દેખરેખ શરૂ કરવામાં આવી છે.
આનાથી અનાજનો સંગ્રહ વધુ સુરક્ષિત, પારદર્શક અને બહેતર રીતે થઈ શકશે તેમજ કોઈપણ પ્રકારના લીકેજ કે નુકસાનને સમયસર અટકાવી શકાશે.
આ પહેલ સરકારની ડિજિટલ ઇન્ડિયા, ઇન્ડિયા એ.આઈ. મિશન, પીએમ ગતિશક્તિ અને આર્ત્મનિભર ભારતની પરિકલ્પનાને અનુરૂપ છે. આ કાર્યક્રમ દરમિયાન તે ગોડાઉનોને પણ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે ‘ડેપો દર્પણ‘ અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ડેપો દર્પણ એ એક સંરચિત મૂલ્યાંકન અને પ્રદર્શન નિરીક્ષણ માળખું છે, જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંચાલન, સુરક્ષા, સ્વચ્છતા તેમજ સેવાની તત્પરતામાં સતત સુધારાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યું છે.
આ વિશેષ અને ગરિમાપૂર્ણ અવસરે માનનીય કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જાેશી, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ શ્રી સંજીવ ચોપરા, જાહેર સાહસોના વિભાગ ના સચિવ શ્રી કે. મોસેસ ચાલાઈ તેમજ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

