લોકસભા સીટોની સંખ્યા વધીને ૮૧૫ થશે, ૨૭૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે: સીમાંકન અંગે કાયદા મંત્રી
વિપક્ષના આરોપ વચ્ચે રાષ્ટ્રને ખાતરી આપતા કે સીમાંકનથી ‘ઉત્તર-દક્ષિણ‘ વિભાજન થશે, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગુરુવારે જણાવ્યું હતું કે તમામ રાજ્યોની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે, અને ઉમેર્યું હતું કે લોકસભાની સંખ્યા વધીને ૮૧૫ થશે અને આમાં મહિલા ક્વોટા ૨૭૨ થશે.
લોકસભામાં બંધારણ (૧૩૧મો સુધારો) બિલ અને સીમાંકન બિલ, ૨૦૨૬ રજૂ કરનારા મેઘવાલે કહ્યું હતું કે મહિલા અનામત કાયદો અથવા નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ થયા પછી કોઈપણ રાજ્ય કે પુરુષોને તકલીફ પડશે નહીં.
ઉપરાંત, કાયદા મંત્રીએ કહ્યું કે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા ક્વોટામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની મહિલાઓ માટે ક્વોટા રહેશે. “મહિલા અનામત બિલ ૨૦૨૩ માં પસાર થયું હતું, જેમાં ૨૦૨૬ પછી વસ્તી ગણતરી અને સીમાંકનના આધારે તેની જાેગવાઈઓ લાગુ કરવાની જાેગવાઈ હતી,” મેઘવાલે કહ્યું.
“લોકસભાના સભ્યોની સંખ્યા ૫૦ ટકા જેટલી થશે અને આનો અર્થ ૮૧૫ બેઠકો થશે, જેમાંથી ૨૭૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, જે ગૃહની સંખ્યાના ત્રીજા ભાગ જેટલી થાય છે,” તેમણે રાજ્યોને ખાતરી આપી કે કોઈને પણ નુકસાન થશે નહીં અને તેમની સંખ્યા જાળવી રાખવામાં આવશે.
મેઘવાલનું આ વચન વિપક્ષના આરોપ બાદ આવ્યું કે દક્ષિણ રાજ્યો સીમાંકનમાં તેમનો હિસ્સો ગુમાવશે, જે ‘ઉત્તર-દક્ષિણ વિભાજન‘ વધુ બનાવશે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે આરોપ લગાવ્યો કે સીમાંકનને કારણે દક્ષિણ રાજ્યો સૌથી વધુ નુકસાન ભોગવશે, જ્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ મહિલા અનામતની વિરુદ્ધ નથી.
કોંગ્રેસ તરફથી પક્ષના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોને ૨૦૨૩માં પસાર થાય ત્યારે જ સામેલ કરી લેવા જાેઈતા હતા. તેમની સાથે જાેડાતા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે સરકાર આ બિલો લાવીને ઉતાવળ કરી રહી છે અને નિર્દેશ કર્યો કે વસ્તી ગણતરી પહેલા જ કરાવવી જાેઈએ.
તેમનો વિરોધ કરતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ૨૦૨૭ ની વસ્તી ગણતરી પહેલાથી જ ચાલુ છે, જ્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પર પ્રહારો કર્યા કે ધર્મના આધારે અનામત ‘ગેરબંધારણીય‘ છે. બાદમાં, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ હસ્તક્ષેપ કર્યો, ત્યારબાદ ગૃહમાં ચર્ચા ચાલુ રહી.

