Maharashtra

‘અવતાર ૨’ની રિલીઝ સાથે ‘પુષ્પા ૨’નો રિલીઝ થશે એક ખાસ વીડિયો

મુંબઈ
ઁેજરॅટ્ઠ ૨ઃ સાઉથ એક્ટર અલ્લૂ અર્જુન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પાઃ ધી રાઈઝ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાઝીલ લીડ રોલ કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થઈ ગયો હતો આ ફિલ્મને ચાહકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેણે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે બાદ લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે મેકર્સે આ આતુરતાને વધારવા માટે એક પ્લાન બનાવ્યો છે. તે લોકો ‘અવતાર ૨’ની રિલીઝ સાથે એક વીડિયો રિલીઝ કરવાના છે. અલ્લૂ અર્જુનની ‘પુષ્પા ૨’રિલીઝ થવાની લોકો રાહ જાેઈ રહ્યા છે. અને ‘પુષ્પા ૨’ ટિ્‌વટર પર પણ ટ્રેડ થઈ રહ્યુ છે. લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે કે ‘અવતાર ૨’ની રિલીઝ સાથે ‘પુષ્પા ૨’નો ટીઝર વીડિયો થિયેટરોમાં રિલીઝ થશે. ટિ્‌વટર પર ચર્ચા ગરમ છે કે ‘પુષ્પા’ના નિર્માતાઓએ અલ્લુ અર્જુનની ફિલ્મને ધમાકેદાર બનાવવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. ‘અવતાર’ની સિક્વલ ૧૬મી ડિસેમ્બરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે. રિપોર્ટ્‌સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘પુષ્પા ૨’ના મેકર્સ એક સ્પેશિયલ ટીઝર વીડિયો રિલીઝ કરવાના છે જેમાં તેની રિલીઝ સાથે શૂટની જાહેરાત કરવામાં આવી છે. લોકો ફિલ્મને લઈને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો ફરી એકવાર થિયેટરમાં તેનો અગ્નિ દેખાવ જાેવા માટે ઉત્સુક છે. જાેકે મેકર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટિ્‌વટર પર ઘણી અટકળો ચાલી રહી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા ‘પુષ્પા ૨’ના સિનેમેટોગ્રાફરે અલ્લૂ અર્જુન સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘ઓર એડવેન્ચર થાય છે’. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે, એવા અહેવાલો છે કે ‘પુષ્પા ૨’ ની મુખ્ય સિક્વલ ડિસેમ્બરથી શૂટ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘પુષ્પાઃ ધ રૂલ’નો એક વીડિયો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે, જે ટેસ્ટ શૂટ વીડિયો હોવાનું કહેવાય છે. જાેકે મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જાે તેનો વીડિયો ‘અવતાર ૨’ સાથે રિલીઝ થશે તો તે ફેન્સ માટે કોઈ ગિફ્ટથી ઓછો નહીં હોય. હવે લોકો તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *