Delhi

દિલ્હીમાં લિવ ઈનમાં રહેતા પાર્ટનરે જ કોઈ શંકાને લઇ તેની ગલફ્રેન્ડની હત્યા કરી

નવીદિલ્હી
શ્રદ્ધા મર્ડર કેસ બાદ દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લિવ-ઈન પાર્ટનરએ તેની ૨૫ વર્ષની ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકાના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી. ૧૧ નવેમ્બરે પોલીસને મદનપુર ખાદર વિસ્તારમાં એક ફ્લેટના ચોથા માળે એક યુવતી બેભાન હાલતમાં મળી હતી. હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તપાસ દરમિયાન યુવતીને મૃત જાહેર કરી. યુવતીની ઓળખ દિલ્હીની રહેવાસી ગુડ્ડી તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી તો શંકા સીધી રાહુલ નામના યુવક પર પડી. જે યુવતી સાથે લિવ-ઈન પાર્ટનર તરીકે રહેતો હતો. બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. ત્યારબાદ બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. રાહુલને શંકા હતી કે ગુડ્ડી અન્ય યુવક સાથે અનૈતિક સંબંધ ધરાવે છે અને આ બાબતે તેઓ ઝઘડા કરતા હતા. ૧૦ નવેમ્બરની રાત્રે બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે રાહુલે ગુડ્ડીનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને તેના મિત્ર દ્વારા દોઢ વર્ષની દીકરીને ગુડ્ડીની દાદીના ઘરે લઈ ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. પોલીસનું કહેવું છે કે શંકા વિના પ્રેમી રાહુલનો ફોન સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો હતો. તેના લોકેશનના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *