Gujarat

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર કાંતિભાઈના મહાન પ્રયાસને સલામ કરે છે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજ

સાત સમંદર પાર ભારતથી ૧૫,૦૦૦ કિ.મી દૂર ન્યુઝીલેન્ડમાં રહેતા જૂનાગઢના કાંતિભાઈએ જૂનાગઢના ૧૦૦ જેટલા પરિવારોને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે આ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું નક્કી કર્યું છે.

            તા.૧ ડિસેમ્બરે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે. આ સમયે જૂનાગઢના એક ભારતીય નાગરિક કે, જેઓ હવે ન્યુઝીલેન્ડમાં છે, તેમણે ગુજરાતના લોકશાહી તહેવારની ઉજવણી કરવા અને તેમના રાષ્ટ્ર માટે સાચી ભાવના દર્શાવવા માટે પહેલ કરી છે. કાંતિભાઈએ મતદાનના દિવસે અંદાજીત ૧૦૦ પરિવારો જઈ શકે અને મતદાન કરી શકે તેવી સુવિધા ગોઠવવાનું નક્કી કર્યું છે.

            જેના માટે તેઓએ એક સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું છે. જેના દ્વારા તેઓ સતત મતદારોને વોટના મહત્વ વિશે અને લોકશાહીમાં તેઓ શું યોગદાન આપી શકે છે. તે વિશે જાગૃત કરી રહ્યા છીએ. જે લોકો મતદાન કરવા તૈયાર છે, તેમણે માત્ર ગ્રુપમાં મેસેજ કરવાનો હતો અને તેઓ મતદાન મથક સુધી પહોંડવા માટે તમામ સુવિધાઓનું ધ્યાન રાખશે.

            જૂનાગઢના આ ગૌરવવંતા નાગરિકે આગામી સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમના પરિવારના તમામ સભ્યો તેમજ તેમના પડોશીઓના લોકો મતદાન કરી શકશે. તેની ખાતરી કરવા શપથ લીધા છે. કાંતિભાઈએ કહ્યું, મારી ઈચ્છા માત્ર મત આપવાની જ નથી, પરંતુ અન્ય લોકો પણ ઓછામાં ઓછા ૧૦૦ પરિવારોને મતદાન મથકે મતદાન કરે તેવી મારી ઈચ્છા છે, નાગરિક તરીકેની એક નૈતિક ફરજરૂપે આ કામગીરી કરી રહ્યો છું.

            આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે જણાવ્યું કે,  જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર કાંતિભાઈના મહાન પ્રયાસને સલામ કરે છે અને મતદાનના દિવસે સૌ મતદારો આ અવસરને મતદાન કરીને ઉજવે તે માટે અનુરોધ કરે છે. જેથી તેઓ સરળતાથી અને શાંતિથી મતદાન કરી શકે. લોકશાહીના આ પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને જો લોકો આ રીતે જાગૃત થાય તો અમને વિશ્વાસ છે કે વધુમાં વધુ લોકો મતદાન કરશે.

matdan-jagruti-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *