Delhi

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું કાર અકસ્માતમાં દર્દનાક મોત

નવીદિલ્હી
૨૫ વર્ષના એક લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું ૨૨ નવેમ્બરની સવારે એક કાર અકસ્માતમાં મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર રોહિત ભાટી કે જેમને લોકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રાઉડી ભાટી તરીકે જાણતા હતા. રોહિત પોતાના મિત્રો સાથે કોઈ પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા અને સવારે લગભગ ૩ વાગ્યાની આસપાસ તેમની ગાડી ગ્રેટર નોઈડામાં એક ઝાડ સાથે અથડાઈ અને આ અકસ્માતમાં રોહિત પોતાનો જીવ ગુમાવી બેઠા.પોલીસ કમિશનર આલોક સિંહના મીડિયા પ્રભારીનું કહેવું છે કે રોહિત ભાટી અને તેમના બે મિત્રો મોડી રાતે કોઈ પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા અને જ્યારે ગ્રેટર નોઈડાના ચુહડપુર અંડરપાસ પાસે પહોંચ્યા ત્યારે તેમની ગાડી એક ઝાડ સાથે અથડાઈ. રોહિત ભાટીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે તેમના મિત્રો આતિશ અને મનોજ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. કોણ હતા રાઉડી ભાટી?.. જાે તમે ન જાણતા હોવ કે આખરે આ રોહિત ભાટી કે જેમને રાઉડી ભાટી તરીકે લોકો ઓળખતા હતા તેઓ ગુજ્જર કમ્યુનિટીના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હતા જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા હતા. ઈન્સ્ટાગ્રામ પર રોહિતના લગભગ એક મિલિયન જેટલા ફોલોઅર્સ છે અને તેઓ ખુબ એક્ટિવ પણ હતા. સોશિયલ મીડિયા પર રોહિત ભાટીના અનેક વીડિયો તેમના મોતની ખબર બાદ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને તેમના ફેન્સને આ અકસ્માતથી મોટો ઝટકો લાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર રોહિતની ગાડીનો એક વીડિયો પણ જાેવા મળી રહ્યો છે. જેમાં તેમનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ તેમની શું સ્થિતિ હતી.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *