Gujarat

વિરપુરના વિકાસની માંગણી સાથેના જાગૃત મતદાર નો પત્ર સોશિયલ મીડિયા વાઇરલ..

વીરપુરમાં વિકાસ નથી થયો તેવી  જેતપુરના 8 ઉમેદવારને કરી રાવ
યાત્રાધામ વીરપુરમાં વિકાસના કામોથી નારાજ એવા જાગૃત નાગરિક અને નિવૃત્ત ડીવાયએસપી કે.પી.ગાજીપરાએ વિધાનસભા જેતપુર- જામકંડોરણા-74 બેઠકના આઠ ઉમેદવારો સંબોધતો પત્ર લખ્યો છે અને વીરપુરના વિકાસની માંગ કરી છે.
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રજા જનોને વિકાસના કામોના વચનો આપવા માં આવે છે, રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરા (પબ્લીક મેનીફેસ્ટો) બહાર પાડી ને તેમાં વચનોની લહાણી કરે છે, ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના નિવૃત્ત ડીવાયએસપી કે.પી.ગાજીપરાએ 74 વિધાનસભા જેતપુર જામકંડોરણામાં થી ઉમેદવારી કરતા 8 ઉમેદવારોને પત્ર લખ્યો હતો જે સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો,
આ બાબતે નિવૃત્ત ડીવાયએસપી કે.પી.ગાજીપરા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકને પણ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનો હક છે ત્યારે પોતાએ યાત્રાધામ વીરપુર વિકાસથી વંચિત રહ્યું છે જેમાં 13 જેટલા મુદ્દાઓ જેમકે ખેડૂતોના ખેતી વીશે આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી તેમજ પ્રાથમિક શાળાઓ બાબતે યાત્રાધામ વીરપુરમાં વિકાસ નથી થયો તે બાબતે 7 પેઈજનો રિપોર્ટ તૈયાર કરીને વિરપુરના ગ્રામજનોને વિતરણ કર્યા હતા જેમને લઈને લોકોને પોતાનો શુ અધિકાર છે રજુઆત બાબતે તે જાગૃત કરવાનું અભિયાન શરૂ કરેલ છે વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસ થાય એ જાગૃતી હેતુસર આ પત્ર જેતપુર જામકંડોરણા બેઠકના આઠ ઉમેદવારોને મોકલ્યો હતો

IMG_20221123_180915.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *