ઊના – સિંહ દર્શન કરવા હોય તો આવો આલીદર કેમ કે કોડીનાર તાલુકાના નાના એવા આલીદર ગામ સિંહનું જાણે કે ઘર હોય તેમ હવે તો ગ્રામજનોએ સિંહના નામ પણ રાખ્યા છે. ત્યારે ગત રાત્રીના ૧.૩૦ વાગ્યાની આસપાસ આલીદર ગામના પંચવટી વિસ્તારમાં સિંહની રામ-લખન નામની જોડીએ એક ઘર પાસે વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. એ વખતે ત્યાંથી પસાર થતા આદિત્યસિંહ આ તસ્વીર ક્લીક કરેલ અત્રે ઉલ્લેખનિય છેકે થોડા દિવસ પહેલા આલીદરના કાળીધાર વિસ્તારમાં એક સિંહણના મોત બાદ તેમને સળગાવી દેવામાં આવેલ એ ઘટનાની હાલ વનવિભાગ દ્રારા તપાસ શરૂ છે.


