સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, દિસે છે સ્વચ્છ સ્વચ્છ નભ દિસતી નથી એકેય વાદળી.. કવિ કલાપીના આ શબ્દ જેવું વાતાવરણ આજે સાવરકુંડલા શહેરમા જોવા મળે છે. આમ તો છેલ્લાં ચાર પાંચ દિવસથી આકાશ સતત વાદળિયું જોવા મળતું હતું. એ પણ શિયાળામાં આજે એ વાતાવરણ બદલાયેલું જોવા મળેલ છે. એટલે આ શિયાળાની ઋતુમાં આજે આભ ચોખ્ખું થયું હોવાથી હવે લાગે છે ફરી પાછો ઠંડીની લહેર શરૂ થશે. છેલ્લા ચાર પાંચ દિવસથી તો લોકોને પણ સમજ નહોતી પડતી કે શું શિયાળો આવો હોય? આમ તો શિયાળામાં પંખાની આવશ્યકતા નથી રહેતી પણ ચાર પાંચ દિવસ લોકોને પણ પંખા ચાલુ કરવાની જરૂર પડી હતી.. આમ બદલતાં હવામાનની મોસમની આ અનોખી લાક્ષણિકતા પણ ખેડૂતો માટે તો ચિંતાનો વિષય છે. જો કે હવે એક કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થાય તો શિયાળાનો ઓરિજિનલ અહેસાસ થઈ શકે.. બાકી આમ ગણો તો હવે શિયાળાની ઋતુનો સમય ગાળો પણ આ ગ્લોબલ વોર્મિંગના યુગમાં ટૂંકાતો જાય છે..

