જૂનાગઢ તા.૧૭, ડિસેમ્બર ૨૦૨૨ (શનિવાર) વાહનોમાં પશુઓના વહન કરવા અંગેના નવા નિયમો જાહર કરવામાં આવ્યાં છે. જેમાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ અને હાઈવે દ્વારા સી.એમ.વી.આર. -૧૯૮૯ના નિયમ ૧૨૫માં ૧૨૫ (ઈ)નો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ગુડ્ઝ વાહનોની બોડી ક્ષમતા મુજબ વાહનમાં કેટલા પશુ ભરી શકાય તેની વિગતો જણાવવામાં આવી છે. તેનો જૂનાગઢ કાર્યક્ષેત્રના તમામ વાહન માલિકોએ અમલ કરવાનો રહેશે.
CMVR-1989 ના નવા નિયમો મુજબ વાહન માલિકોએ પોતાના વાહન ટાઈપ ઓફ બોડીમાં meant for carriying animal only નો વધારો કરવાનો રહેશે. આ ફેરફાર થયા બાદ ફક્ત પશુઓના વાહન માટે જ વાહનનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય અન્ય માલ લઈ જઈ શકાશે નહિં.
જાહેરનામાથી પ્રસિદ્ધ કરાયેલા આ નવા નિયમ મુજબ વાહનની બોડીની ક્ષમતા મુજબ કેટલા પશુ ભરી શકાય અને કેટલા ચો.મી. જરૂરિયાત છે. તે CMVR-1989ના નિયમોનુસાર માપ ગાય-ભેંસ માટે ૨, ઘોડા-ઘોડી માટે ૨.૨૫, ઘેટા-બકરા માટે ૦.૩ અને ભુંડ માટે ૦.૬ ચોરસ મીટર અને મરઘા-બતક માટે ૪૦ ચોરસ સેન્ટી મીટર રાખવામાં આવી છે.
જીએમવીઆર-૧૯૮૯ના નિયમ ૧૨૩માં પ્રાણીઓના વહન માટે નવા જાહેર કરેલ માપ સિવાયના અન્ય જોગવાઈઓ અમલી રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
