Gujarat

સાવરકુંડલા શહેરમાં આજથી ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાનનો પ્રારંભ. સાવરકુંડલા શહેરની જે.વી મોદી હાઈસ્કૂલમાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અભિયાન નિમિત્તે સેમિનાર યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
૨૪ મી ડિસેમ્બર ૧૯૮૬ ના રોજ ભારતની સંસદમાં ગ્રાહક સુરક્ષા એક્ટ પસાર થયેલો હતો. તેથી આ દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જે મુજબ રાષ્ટ્રીય ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગરની સૂચના મુજબ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાએ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવાના ભાગરૂપે આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ  જે. વી. મોદી હાઈસ્કૂલમાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સંદર્ભે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફ્રોડના ભોગ ન બને તે ઉદ્દેશથી આ વિષય પરત્વે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે અંગે વિશદ છણાવટ કરી હતી.
આ સેમિનારમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા, પત્રકાર બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી, શ્રધ્ધાબેન જોષી વગેરેએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે. વી મોદી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોષીએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી અને વકતાઓને ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતાં અને હવે ગ્રાહક તરીકેના અધિકારોથી માહિતગાર થયા હતાં

IMG-20221219-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *