અમદાવાદ માં વસતા મોટી કુંકાવાવ ગામ પરિવાર ના સભ્યો દ્વારા તા. 18-12-2022, રવિવાર ના રોજ સ્નેહ મિલાન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી કુંકાવાવ ના અમદાવાદ માં રહેતા 250 થી વધારે પરિવારો હાજર રહ્યા હતા, આ સમારોહ માં બાળકો ને ઇનામ અને પ્રોત્સાહન આપી સન્માન કર્યું હતું. ઉપરાંત 30 જેટલી દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ બાળકીઓ ને રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહ માં કુંકાવાવ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, કુંકાવાવ ગામ ના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, કોર્પોરેટર શ્રી વિલાસબેન દેસાઈ, પીઆઈ શ્રી દર્શન દવે તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
શ્રી મોટી કુંકાવાવ સેવા સદન ગ્રુપ ના કમિટી મેમ્બર જીતુ સોજીત્રા, હરસુખ દેસાઈ, પરેશ વઘાસીયા, રવિ દેવાણી, નિલેશ ગેવરિયા તેમજ અન્ય મેમ્બર દ્વારા આ સમારોહ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ


