Gujarat

બોડેલી માં તસ્કરો ત્રાટક્યા ઢોકલિયા માં  ત્રણ દુકાનના શટરના તાળા તૂટ્યા છે એક દુકાનમાંથી 10હજાર  જેટલાં રોકડા રૂપિયાનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા

બોડેલી માં તસ્કરો ત્રાટક્યા ઢોકલિયા માં  ત્રણ દુકાનના શટરના તાળા તૂટ્યા છે એક દુકાનમાંથી 10હજાર  જેટલાં રોકડા રૂપિયાનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બોડેલી પોલીસ સ્થળ ઉપર પહોંચી તજવીજ હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં મોટરસાયકલ ઉઠાંતરી ની ઘટના બની રહી છે ત્યારે ગત રાતે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ બીકે હાઈ ત્રણ દુકાનો ના તાળા તોડી તસ્કરો વચ્ચેથી શટર ઊંચકી લીધા હતા જેમાં નિરપાલસિંહ ઠાકોર નાઓ ની  અરિહંત જનરલ સ્ટોર , તેની બાજુમાં આવેલ મુકેશભાઈ રેલીયા ભાઈ રાઠવા ની નયન આચર્રી  અને તેઓ ની બાજુ માં આવેલ રમેશભાઈ સેન દેવ  હેર સલૂન નામની દુકાન ના શટર ત્યાં હતા અને દુકાનનો સામાન ફેંકી નાખ્યો હતો જ્યારે મુકેશભાઈ ની દુકાનમાંથી અંદાજે 10હજાર જેટલા રોકડા ગલ્લામાંથી લઈ ગયા હતા.
જયારે બોડેલી રામજી મંદિર સામે પણ એક દુકાન નું શટર તસ્કરોએ ઊંચું કર્યું હતું પરંતુ દુકાનમાં પ્રવેશ શક્યા ન હતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

IMG-20221222-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *