Gujarat

નાંદોદની તરોપા સ્થિત શ્રી આર.એન.દીક્ષિત હાઇસ્કૂલ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫”  અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા શાળાના બાળકોને અપાયેલું માર્ગદર્શન
————-
              ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-નર્મદા દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ ની જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ કેળવાય અને આવા પ્રકારના કેસો ન બને તે માટે વિવિધ સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત તા.૨૧ મી ડિસેમ્બરના રોજ નાંદોદ તાલુકાના તરોપ ગામની શ્રી આર.એન. દીક્ષિત હાઇસ્કુલમાં સેમિનાર યોજાયો હતો.
              આ સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” હેઠળ કાયદાકીય માર્ગદર્શન પુરુ પડાયું હતું. નર્મદા જિલ્લાના નવા નિયુક્ત દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીશ્રી ઈ.ચા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.પરમારના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો હતો. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ ઇ.ચા.જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને શાળાના આચાર્યશ્રી નીલેશભાઈ વસાવા, નાંદોદ તાલુકા પોલીસ મથકના પી.આઇ. શ્રીમતી દિવ્યાની બારડ, વકીલશ્રી જીગ્નેશભાઈ તડવી તથા સખી વન સ્ટોપ કેન્દ્ર સંચાલક, પી.બી.એસ.સી. અને ૧૮૧-અભયમના કાઉન્સેલર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીશ્રીઓએ હાજર રહી સેમિનારને સફળ બનાવ્યો હતો.

IMG-20221222-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *