ગુન્હાની વિગતઃ-
સંજયભાઇ અભેસીંગભાઇ યાદવ, ઉ.વ.૨૩, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી વાળા ગઇ તા.૧૫/૧૨/૨૦૨૨ નાં રોજ પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તા.૧૫/૧૨/૨૦૨૨ નાં કલાક ૦૮/૦૦ થી તા.૧૬/૧૨/૨૦૧૨ નાં કલાક ૧૬/૦૦ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઇસમે મકાનમાં પ્રવેશ કરી, ગલ્લામાં રાખેલ રોકડા રૂ.૮૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે સંજયભાઇ અભેસીંગભાઇ યાદવએ ફરિયાદ જાહેર કરતા, નાગેરી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૦૨૨૦૪૯૪/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીરેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા એલ.સી.બી.ટીમ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૨૪/૧૨/૨૦૨૨ નાં રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે વાગેથી બરા સ્ટેન્ડ પાસેથી એક ઈસમોને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ રોકડ રકમ મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે,
પકડાયેલ આરોપી –
છગનભાઈ અરશીભાઇ કવાદ, ઉં.વ.૫૨, રહે.ટીંબી, હરીકૃષ્ણ હોસ્પીટલ પાછળ, ગાયત્રી સોસાયટી તા.જાફરાબાદ, જિ.અમરેલી.
રીકવર થયેલ મુદ્દામાલ –
રોકડા રૂ.૪૦,૫૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની सुचना અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઈ બાબરીયા, ગોકળભાઈ કળોતરા, દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


