Gujarat

સાવરકુંડલા ખાતે સ્વ.મહેશભાઈ વ્યાસની દ્વિતિય પુણ્ય તિથિ નિમિતે “સ્નેહભીના સંભારણાં” પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે સ્વ.મહેશભાઈ વ્યાસની દ્વિતિય પુણ્યતિથિ નિમિતે “સ્નેહભીના સંભારણાં”પુસ્તક વિમોચન કાર્યક્રમ પ.પૂ.ગુરુવર્ય સીતારામબાપુ-આઘેવાડાના અધ્યક્ષ સ્થાને ,પ.પૂ.ભગવતપ્રસાદ સ્વામિનારાયણ ગુરુકુળનાં સાનિધ્ય માં યોજાયો જેમાં મુખ્ય મહેમાન શ્રી વસંતભાઈ પરીખ-અમરેલી,ડો.રાનવીર સિંહ-આગ્રા,રતીલાલ બોરીસાગર,મહીંપતલાલ જાજલ,શ્રી એસ.પી.શર્મા, શ્રી જયંતિભાઈ અંઘારીયા,હસુમતીબેન મહેશભાઈ વ્યાસ,શૈલેષભાઈ વ્યાસ  તેમજ સમગ્ર વ્યાસ પરિવાર, અને કબીર ટેકરીના મહંત પ. પૂ. શ્રી નારણદાસ સાહેબ, સહિત,સંતો ,મહંતોની ઉપસ્થિતિમાં
દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જેમાં  પ્રાર્થના, સ્વાગત પ્રવચન, પુસ્તક વિમોચન, મહેમાનોનું ઉદ્બોધન,તેમજ કિશોરભાઈ જોશી દ્વારા પુસ્તક પરિચય, સહિતના કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયાના નવયુક્ત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, જિલ્લા ભાજપના શરદભાઈ પંડ્યા સહિતની ઉપસ્થિતિ રહી હતી
જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો.હેતલબેન, પ્રા. ડો.હેમલબેન મહેશભાઈ વ્યાસ દ્વારા અને દીલીપભાઇ દવે દ્વારા આભાર વિધિ કરવામા આવેલ તેમ  સાવરકુંડલાના સિનિયર એડવોકેટ શ્રી મુકેશભાઈ સાદરાણીની યાદીમાં જણાવાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *