Gujarat

ગરીબનવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વંચિત લોકોને ધાબળા વિતરણ કરાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાતના ખેડા જિલ્લાના નડિઆદ શહેરમાં ગરીબનવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વંચિત લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું જેમાં નડીઆદના અલગ અલગ વિસ્તારોમાં જેવાં કે મિશનરોડ મિલરોડ સંતરામરોડ કોલેજરોડ સ્ટેશનરોડની સાથે સાથે બસ મથક અને રેલ્વેસ્ટેશન ઉપર કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે ઉપરોક્ત જણાવેલ વિવિધ વિસ્તારોમાં ગરીબનવાઝ રીલિફ ફાઉન્ડેશનના જવાબદાર વ્યક્તિઓ તેમજ વોલેંન્ટિયરોના સહયોગથી રાત્રીનાં સમયે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કેટલીક જગ્યાએતો લોકો પ્લાસ્ટિક ઓઢી સૂઈ રહ્યા હતાં ત્યારે કેટલીક જગ્યાએ એક ધાબળામાં બેથી ત્રણ લોકો ઠંડી થી બચવા પ્રયત્નો કરી રહ્યાં હતાં તો વળી કેટલીક જગ્યાએ તો નિસહાય થઈ વૃદ્ધ નાગરિક ટુંટીયા વાળી બેસી રહ્યાં હતા આવાં લોકોને ફૂટપાથ ઉપર તેમજ અનેક કોમપ્લેક્સની નીચે તો વળી કેટલાંકતો
બાકડાઓ ઉપર આશરો લેતાં જોવા મળ્યાં હતાં.
ગરીબનવાઝ રીલીફ ફાઉન્ડેશનના વોલેંન્ટીયરો દ્વારા ખૂબજ નિસ્વાર્થ ભાવે જવાબદારી નિભાવી કડકડતી ઠંડીમાં રાત્રીનાં દશ વાગ્યાંથી બે વાગ્યા સુધીમાં શહેરમાં ફરી જે રિતે નાત જાત ધર્મ પંથ વર્ગ સમાજના ભેદભાવ વિના ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું તે પ્રસંશાને પાત્ર કાર્ય છે.

Screenshot_2022-12-28-18-54-59-85_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *