મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જય મહાકાલ ઈન્ડેન ગેસ એજન્સી, હલધરવાસ દ્વારા ઉર્જા સંરક્ષણ દિવસ તથા સેફ્ટી ક્લિનિક અંતર્ગત હાથનોલી ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી તા. મહેમદાવાદ જિ. ખેડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉર્જા સંરક્ષણ અને સેફ્ટી ક્લિનિક અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને એજન્સીના સંચાલક શ્રીમતિ રીનાબેન રાજેશકુમાર શર્મા દ્વારા ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે રાજ્ય સરકારની વર્ષમાં બે રીફીલ ફ્રી આપવાની યોજના અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી.


