નવાબંદર મરીન પોલીસ સ્ટેશન જાતિય ગુનાઓથી બાળકોને રક્ષણ આપના અધિનિયમ- ૨૧૪ (પોકસો)ની કલમ-૧૦ મુજબનો ગુન્હો ગત તા.ર૦ ડીસે. ૨૦૨૨ના નોંધાયેલ જેમાં શખ્સે નાની બાળકી મંદિર ખાતે રમતી હતી તે વખતે આરોપી ભોગ બનનાર બાળકીને ચોકલેટ આપવાનું બહાનું કરી બદકામ કરવાના ઈરાદે અવાવરૂ જગ્યાએ લઇ જઇ બદકામ કરેલ હોય જેથી આવા બનાવમાં નાના બાળક બાળકીઓ ભોગ બનતા અટકાવવા ઉનાના ચીખલી ગામની પ્રા. શાળામાં સરકારનો ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ નવાબંદર મરીન પોલીસ દ્વારા યોજાયો હતો.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા સ્કુલના વિદ્યાર્થી વિદ્યાર્થીની ઓને ગુડ ટચ બેડ ટચ જેવા કાર્યકમાં યોજી બાળકોને માંર્ગદર્શન પુરૂ પાડવા હુકમ કરેલ તે આધારે નવાબંદર મરીન પોલીસ પી એસ આઈ એ.બી વીરા, એ.એસ.આઇ. કેબી પરમાર, આર.જી.વાજા, મૈસુરભાઇ સોલંકી, કૃપલબેન ઝણકાટ, ફાતેમાબેન લક્ષ્મીધર સહીત ચીખલી ગામની પ્રા. શાળામાં સરકારનો ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ચીખલી ગામની પ્રાથમીક શાળા ખાતે સરકારની ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમો યોજી બાળકોને ગુડ ચ બેડ ટચ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧ થી ૮ ના ૨૦૦ જેટલા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. અને બાળકોને કોઇ અજાણ્યા કે જાણીતા વ્યક્ત કોઇ એવી જગ્યાએ સ્પર્શ કરે તો તેની જાણ તાત્કાલીક માતા-પિતાને અથવા તો પોતાના વર્ગ શિક્ષકને કરવી તેમજ કોઇ આજાણો વ્યક્તી કોઇ ચીજ વસ્તુ આપવાનું કહી પોતાની સાથે બોલાવે તો નહિ જવા અને તાત્કાલીક માતા પિતા અથવા સગા સંબંધી અથવા તો વર્ગ શિક્ષકને જાણ કરવી તેમજ કોઇ વ્યક્તી બળજબરી પૂર્વક પોતાની સાથે લઇ જાય તો જોર જોરથી ચીસો પાડવી અને રોવા માડવુ જેથી કરી અને આજુબાજુના લોકોને ખબર પડે તેમજ આવી હકીકત જાણ તેના વાલીને અથવા તો સગાને કરી શકે વિગેરે બાબતોનું જરૂરી માર્ગદર્શન બાળકોને આપવામાં આવ્યુ હતું.


