સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો…
બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલ મોડેલ સ્કુલ શાળાના કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ નવા વર્ષના વધામણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વર્ગ સુશોભન કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું .શાળાના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ પોતાના વર્ગો, સ્ટાફરૂમ , આચાર્ય રૂમ અને શાળાના વર્ગોને સરસ રીતે શણગાર્યા હતા. કાર્યક્રમના અંતે બધા જ બાળકોને શાળા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમ જ આગામી વર્ષને વધારવા માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમના સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ મિત્રોએ સહયોગ આપ્યો હતો..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


