Gujarat

માણાવદર પટેલ સમાજ ખાતે પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા ઉત્સવ ઉજવાયો

(જીગ્નેશ પટેલ દ્વારા)

પૃષ્ટિ સંસ્કારધામ માણાવદર તાલુકા સમિતિ અને પુષ્ટિ સંસ્કાર પાઠશાળા, પૃષ્ટિ સંસ્કાર પરિવાર દ્વારા માણાવદર પટેલ સમાજ ખાતે પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પુષ્ટિ સંસ્કાર પાઠશાળાના બાળકો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ ગુંસાઈજીના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેના દાતાઓનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ ગૌસ્વામી પિયુષબાવાશ્રીના વચનામૃતનો કાર્યક્રમ યોજાયો હતો
ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજના આશીર્વાદ અને પિયુષબાવાશ્રીના સંપૂર્ણ માર્ગદર્શનમાં પુષ્ટિ સંસ્કારધામ નું નિર્માણ કાર્ય શરૂ થયું છે સંસ્કાર સિંચનના દિવ્ય હેતુને સાકાર કરવા આધુનિક શિક્ષણ સાથે સંસ્કૃતિનો સમન્વય એટલે પુષ્ટિ સંસ્કારધામ સર્વ કોઈના સહયોગ દ્વારા આ કાર્યને વિશિષ્ટ ગતિ આપવા માટે ગૌસ્વામી પિયુષબાવાયશ્રીના વિશે સાનિધ્યમાં માણાવદર પટેલ સમાજ ખાતે પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા ઉત્સવ ઉજવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માણાવદર તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર જુનાગઢ જિલ્લામાં દુષ્કાળ વખતે કિશોરચંદ્રજી મહારાજે તન, મન અને ધનથી ઠેર ઠેર કેટલ કેમ્પ ખોલી ગાયો સહિત પશુધનને બચાવવા અકલ્પનીય કામગીરી કરી હતી હાલ તો કિશોરચંદ્રજી નિત્યલીલામાં બિરાજી ગયા છે પરંતુ તેમના સદકાર્યો લોકો હજુ ભૂલ્યા નથી
રિપોર્ટર- જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230102_160343.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *