લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ,મહુધા
ભારત સરકાર ના “નશા મુક્ત ભારત અભિયાન” અર્તગત સ્ટેટ લેવલ કૉ-ઓર્ડિનેટર એજન્સી, (SLCA) તથા નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા ના સંયુકત ઉપક્રમે સ્ટેટ લેવલ કૉ-ઓરડિનેટર એજન્સી, અમદાવાદ ના વડા તન્મય ચેટરજી ના સિધા માર્ગ દર્શન હેઠળ કોહિનુર હાઇસ્કુલ મહુધા માં વ્યસન મુક્તી અવેર્નેસ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ સમુહ સ્વરમાં શાળાના વિધાર્થીઓ ધ્વારા પ્રાર્થનાથી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ મહેમાનો નો પરીચય આપી ફુલની કલગી થી સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા ના પ્રોજેક્ટ ડાયરેકટર સંજયભાઈ રોહિતે જણાવેલ વ્યસન એ એક માનસિક બિમારી છે. આ બિમારી પોતાને તેમજ પરીવારના સભ્યોને આર્થિક પાયમાલી તથા શારીરિક-માનસિક નુકશાન કરે છે. વિધાર્થીઓને વ્યસનથી દુર રહે આદૅશ વિધાર્થી બનવા અનુરોધ કર્યો હતો.. સ્ટેટ લેવલ કૉ-ઓરડિનેટર એજન્સી, અમદાવાદ ના વડા તન્મય ચેટરજીએ ભારત સરકાર ના “નશા મુક્ત ભારત અભિયાન” ની સમજ વચ્ચે વિધાર્થીઓને નશાથી દુર રહી સ્વસ્થ યુવા, સમાજ રાજય અને દેશને વ્યસન મુક્ત રહેવા અપીલ કરી હતી. વિગેરે ની સમજ વચ્ચે ના કોહિનુર હાઇસ્કુલ મહુધા ના આચાર્ય નાસિર હુસેન બી. મલેક દ્વારા વ્યસન ના કારણે થતા રોગો ની જાણકારી થી અવગત કરેલ વધુ માં કાઉનસેલર જાગ્રુતીબેન જાદવ,ગીતાબેન પરમાર દ્વારા સર્વ વિધાર્થીઓને સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ. વ્યસન મુક્ત રહેવાનો સંદેશ માટે સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો સાથે વ્યસન મુક્તી ના સાહિત્ય વિતરણ કરવામાં આવેલ., વિધાર્થીઓએ નશાબંધી પ્રદર્શન થી નશા મુક્તિ ના સુત્રો નશા થી દુર રહેવા બાબતે પ્રેરણા મય બનેલ. કોહિનુર હાઇસ્કુલ મહુધા ના તમામ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યાં હતાં.


