Gujarat

આમ તો આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સાવરકુંડલા શહેરના મેઈન બજાર વેપારી એસોસીએશન અને કુંડલપુર હનુમાનજી મંદિરના પૂજારી મહંત શ્રી કરશનગીરી બાપુ દ્વારા સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મેઇન બઝારમાં આવેલાં ૯૦૦ વર્ષ પુરાણા કુંડલપુર હનુમાનજી મંદિરે મંદિરનાં પુજારી મહંત પ. પૂ. કરશનગીરી બાપુ સમેત આ વિસ્તારના વેપારીઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કૌશિકભાઈ ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ મેઈન બજારના વેપારી એસોસીએશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભજન કિર્તન કરવામાં આવેલ. આ તકે પૂ. કરશનગીરી બાપુએ સ્વ. હિરાબાના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારના વેપારીઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનું નક્કી કરતાં તારીખ ૪ ડિસેમ્બર બુધવારે રાત્રે દસ વાગ્યે મેઈન બઝારમાં આવેલ આ ૯૦૦ વર્ષ પુરાણા કુંડલપુર હનુમાનજી મંદિરે કૌશિકભાઈ ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ અને ભજન કિર્તન પણ કરવામાં આવેલ. આ સંદર્ભે મેઈન બજાર વેપારી એસોસીએશનના પ્રતિનિધિઓએ પણ સ્વ. હિરાબાના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને કુંડલપુર હનુમાનજી સન્મુખ સદગતના આત્માની  શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

IMG-20230105-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *