Gujarat

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોક દરબારનું આયોજન.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્પેશિયલ તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને આજરોજ  તારીખ ૦૯/૦૧/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨/૦૦ થી ૧૪/૦૦ સુધી નગરપાલિકા ગ્રાઉન્ડ, મહુવા રોડ ,સાવરકુંડલા ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોક દરબારનું આયોજન કરેલ હતુ.
         આજરોજ લોક દરબારમાં  સાવરકુંડલા ડીવાય.એસ.પી. શ્રી એચ.બી.વોરા સાહેબ તથા સા.કુંડલા ટાઉન પી.આઈ. શ્રી સોની સાહેબ તથા સા.કુંડલા રૂરલ પી. આઈ  શ્રી પરમાર સાહેબ તથા વંડા પો.સ્ટ.ના પીએસઆઇ શ્રી સેગલીયા સાહેબ તથા વેપારી મંડળના પ્રમુખ રાજુભાઇ શીંગાળા તથા જગદીશભાઇ માધવાણી તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો તથા ૩૫ થી વધુ ગામોના સરપંચશ્રીઓ તથા સાવરકુંડલાની તમામ બેંકના કર્મચારીઓ તથા પ્રેસરીપોર્ટર તથા નાણા ધીરધાર રજીસ્ટારના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
જે લોક દરબારમાં ડીવાય.એસ.પી. શ્રી એચ.બી.વોરા સાહેબે  અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબશ્રીનું પુષ્પગુછથી સ્વાગત કરેલ હતુ. તેમજ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઇ શીંગાળાએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબશ્રીનું પુષ્પગુછથી સ્વાગત કરેલ હતુ. જેમા બહોળી સંખ્યામા લોકો આવેલ હતા જેમા સ્ટેજ ઉપરથી ડીવાય.એસ.પી. શ્રી એચ.બી.વોરા સાહેબે  વ્યાજખોરી નાબુદી કરવા સુચના આપેલ હતી ત્યારબાદ અમરેલી પોલીસવડા હિમકર સિંહ સાહેબશ્રી દ્વારા લોકોને અપીલ કરેલ કે, ગેરકાયદેસર વ્યાજ લેવુ નહીં અને વધુ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા અસામાજીક તત્વો ઉપર સાચી ફરીયાદ કરવા અપીલ કરેલ હતી. અને પૈસાની જરૂર પડે ત્યારે બેન્કમાંથી લોન લેવા અને તેના ફાયદા વિશે માહિતી  આપેલ હતી. તેમજ સાયબર ક્રાઇમ લગત થતા ગુન્હાઓ રોકવા ઓ.ટી.પી. નંબર નહી આપવો તેમજ અજાણ્યા વિડીયો કોલમા ફસાવું નહી. તેમજ ચાઇનીઝ દોરીનો બહીષ્કાર કરી માણસો તેમજ પક્ષીઓના જીવન બચાવવા સબબની અપીલ કરેલ હતી.
તેમજ લલ્લુભાઇ શેઠ ખાદીકાર્યલાય હોસ્પીટલ સાવરકુંડલા દ્વારા પોલીસ નિ:શુલ્ક મેડીકલ સારવાર કેમ્પ તેમજ જાહેર જનતાનુ પણ નિ:શુલ્ક સારવાર કરતા હોય જે સેવાની કામગીરીને અમરેલી પોલીસના વડા હિમકરસિંહ સાહેબ તથા સાવરકુંડલા ડીવાય.એસ.પી. શ્રી એચ.બી.વોરા સાહેબે  લોકોની સેવા કરવાની સારી કામગીરી બીરદાવેલ હતી અને જેમાં લલ્લુભાઇ શેઠ હોસ્પીટલ સાવરકુંડલાના પ્રતિનિધિઓનું સન્માન કરેલ હતુ.

IMG-20230109-WA0020-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *